Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સાર્વજનિક રીતે ઇસ્લામાબાદમાં દુકાનો અને બગીચાઓ ખોલવામાં આવ્યા

નવી દિલ્હી:ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશ્નર મહોમ્મ્દ હમજા શફફ્ત દ્વારા એક અધિસુચના જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ક અને ટ્રેલસને તાત્કાલિક ધોરણે સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે.કમિશ્નર ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મેટ્રોપોલિટિન કોર્પોરેશ ઈસ્લામાબાદનો પર્યાવરણ દુર્દેશાલય દિશાનિર્દેશોના લાગુ કરેલ નિયમ માટે જવાબદાર રહેશે.

            મહોમ્મ્દ હમજા દ્વારા જાહેર કરવામાં આવેલ ખબરમાં પણ જણાવવામાં આવ્યું છે કે સામાન્ય દુકાનો માટે એક સલાહ આપવામાં આવી છે જે અનુસાર કર્મચારીઓ પોતાના હાથને સાબુ તેમજ પાણીથી સતત ધોતા રહેશે.અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો તેમના માટે જરૂરી બની રહેશે.

(6:40 pm IST)