Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વૈકસીનની રેસ શોધવામાં સૌથી આગળ નીકળ્યા ઓક્સફર્ડના વૈજ્ઞાનિક

નવી દિલ્હી:ચીનના વુહાન સ્થિત જાનવરો માટે માર્કેટથી નીકળીને કિલર કોરોના વાયરસ પાંચ મહિનાની અંદર લગભગ 2 લાખ લોકોના જીવ લઇ ચૂક્યું છે તેમજ 30 લાખ અન્ય હજુ સંક્રમિત હોવાનું માલુમ પડી રહ્યું છે. વિવાદો વચ્ચે જાણવામાં આવી રહ્યું છે કે વાયરસ ચામાચીડિયાની મદદથી ફેલાયો છે બ્રિટેનમાં માનવી પર વૈકસીનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.બ્રિટેનમાં સૌથી વધારે ગતિથી વૈકસીન બનાવવામાં જે વાયરસનો ઉપયોગ થાય છે તે પણ માનવીના પૂર્વજ કહેવાતા ચિમ્પાન્જીમાંથી લેવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સીટીની વૈકસીનથી આવનાર અઠવાડિયામાં જરૂર કોઈ ચમત્કાર થઇ શકે તેવી આશા જણાઈ રહી છે.

(6:40 pm IST)