Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બીજિંગમાં અસભ્ય રીતે છીંકવાથી પણ થઇ શકે છે સજા:એક જૂનથી લાગુ કરવામાં આવશે કાનૂન

નવી દિલ્હી:કોરોના વાયરસ પર લગામ લગાવવા માટે ચીન ઘણી બધી તરકીબો અજમાવી રહ્યું છે ત્યારે એક નવા કાનૂન હેઠળ ચીનમાં અસભ્ય રીતે છીંકવાથી કે ખાંસવાથી સજા ભોગવવાની નોબત આવી શકે છે કાનૂન 1 જૂનથી બીજિંગમાં લાગુ પાડવામાં આવશે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સજાની રીતે અલગ અલગ શ્રેણીમાં દંડ કરવામાં આવશે તેમજ નવા કાનૂન હેઠળ સાફસફાઇનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ સંક્રામક બીમારી અથવાતો પીડિત હોય તો તે ઈમાનદારીથી તેની જાણ કરીને હોસ્પિટલને તેની માહિતી આપી દે અથવા તેમના પર કડક કાર્યવાહી પણ થઇ શકે છે.

(6:39 pm IST)