Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

શું ખરેખર ધરતી પર આવે છે Aliens?

અમેરિકન સેનાએ જાહેર કર્યા UFOના ૩ વીડિયો

વોશીંગ્ટન, તા.૨૮: વિજ્ઞાન અને અંતરિક્ષના ક્ષેત્રમાં એલિયન હંમેશાથી જ એક રસપ્રદ વિષય રહ્યો છે. લોકોને તે જાણવામાં ખૂબ જ રૂચિ રહી છે કે, શું ધરતી સિવાયપણ કોઈ બીજા ગ્રહ પર જીવન છે ? અત્યાર સુધી તો આ વિષય પર પાક્કી રીતે કંઈ પણ કહેવામાં આવ્યુ નથી, પરંતુ એલિયનને લઈને ઘણા દાવા પણ કરવામાં આવ્યા છે. જોકે, અમેરિતી સેનાએ એલિયન જહાજોને (UFOs) લઈને વાયરલ વીડિયો જાહેર કર્યા છે. જે ઈન્ટરનેટ પણ હાજર છે. જેથી ફરી એક વખત એલિયનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ખરેખર તો, અમેરિકામાં ત્રણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૈન્ય વિમાનોનો સામનો એલિયન જહાજો (UFOs) સાથે થતો નજર આવી રહ્યો છે. આ રહસ્યમયી UFOs એવા હવાઈ કરતબ કરી રહ્યા છે, જે દુનિયામાં હાજર કોઈપણ એવિએશન ટેકનોલોજીથી સંભવ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ તેમની સત્યતા પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. જયા અમેરિકી નૌસેનાએ માન્યુ છે કે, આ વીડિયો અસલી છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જણાવી દઈએ કે, દુનિયામાં સૌપ્રથ જર્મનીના નૂરેમબર્ગમાં એપ્રિલ ૧૫૬૧ માં લોકોએ આકાશમાં મોટા 'ગ્લોબ્સ' વિશાળકાય 'ક્રોસ' અને અજીબોગરીબ પ્લેટ જેવી વસ્તુ જોવા મળ્યાનો દાવો કહ્યો હતો. તે સમયના ચિત્રો અને લાકડાની કટિંગથી તે ઘટનાની જાણકારી મળી છે.

અણેરિકી નૌસેનાના ઉપપ્રમુખ જોસફ ગ્રેડશરે જણાવ્યુ કે, વીડિયો અસલી છે. તેમાં દર્શાવવામાં આવેલી રહસ્યમયી વસ્તુ વિશે સ્પષ્ટ રીતે કંઈપણ કહી શકાય નહી. નૌસેનાના ત્રણેય વીડિયોને અજ્ઞાત હવાઈ દ્યટનાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેના વિશે માત્ર એટલુ જ કહી શકાય કે, અનધિકૃત અથવા અજ્ઞાત એયરક્રાફ્ટ સૈન્ય નિયંત્રણવાળા પ્રશિક્ષણ ક્ષેત્રમાં જોવામાં આવ્યા હતા.

એક વીડિયોમાં નાની એવી ગોળીના આકારની વસ્તુ જોવા મળી રહી છે, જે થોડા સમય માટે હવામાં જોવા મળે છે. ત્યારબાદ તેજ રફ્તારથી એક દિશામાં ઉડી જાય છે. બીજા વીડિયોમાં તેના પર નજર રાખનાર વિમાનમાં સેન્સર તેજીથી હવામાં ઉડતા અજ્ઞાત એયરક્રાફ્ટ પર જામી જાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વિમાનના પાયલય તેની રફ્તાર જોઈને ચોંકી જાય છે અને પૂછી ટરહ્યા છે કે, તેમણે આખરે શું જોયુ ? ત્રીજા વીડિયોમાં એક અંડાકાર વસ્તુ રોકાયા પહેલા સમાન રફ્તારમાં ઉડી રહી છે. ત્યારબાદ એક જ જગ્યા પર ગોળ-ગોળ દ્યૂમે છે. વીડિયોને જાહેર કરનાર પૂર્વ સૈન્ય ખાનગી અધિકારી લુઈસ એલજોન્ડેએ દાવો કર્યો છે કે, તેઓ ૧૨૦૭ માં પેન્ટાગનની યૂએફઓ શોધ ઈકાઈમાં એડવાન્સ એયરોસ્પેસ થ્રેડ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામના નિર્દેશક હતા. આ વીડિયો ખાનગી નથી, પરંતુ તેમને સાર્વજનિક કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વીડિયો લીક થયા બાદ ન્યૂયોર્ક ટાઈમ્સ, દ સ્ટાર્સ એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, વૈજ્ઞાનિકો, પૂર્વ ખાનગી અધિકારીઓને કંસોર્ટિયમ અને યૂએફઓની તપાસની માગ કરનાર સેલિબ્રિટીઝ સુધી પહોંચી ગયુ.

(4:01 pm IST)