Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બ્રિટનમાં કોરોનાથી મરવાવાળા લોકોની સંખ્યા વધતા મસ્જીદ બની મડદાઘર

લંડન, તા., ર૮: બ્રિટનમાં કોરોના વાયરસથી મૃત્યુનો દર સતત વધી રહયો છે. દરરોજ વધી રહેલા મૃતદેહોના કારણે જગ્યા ઓછી પડી રહી છે. બર્મીગઘમમાં જામા મસ્જીદે પોતાના પાર્કીગ એરીયામાં હંગામી ધોરણે મડદાઘર બનાવ્યું છે.

રમઝાનમાં બર્મીગઘમની જામા મસ્જીદ ઇબાદત કરવાવાળા લોકોથી ભરાયેલી રહેતી હતી પરંતુ મહામારીના કહેરને કારણે મસ્જીદ સુમસામ છે અહીંયા દેખાય છે તો માત્ર શબ! સામાન્ય દિવસોમાં અંતિમવિધિ માટે એક કે બે શબ લાવવામાં આવે છે. પરંતુ પાછલા કેટલાક સપ્તાહથી દરરોજ પાંચથી છ મૃતદેહો લાવવામાં આવી રહયા છે. વાયરસથી બચવા માટે માસ્ક, ગ્લોઝ પહેરી તાબુત હટાવી રહેલા જાહીદે કહયું કે, અંતિમવિધિ વખતે માત્ર ૬ લોકો જ હાજર રહી શકે છે. લોકડાઉનના કારણે મૃતકોના પરીવારજનો નહિ પહોંચી શકતા ખુબ દુઃખ થાય છે. જાહીદના બે પરીવારજનો પણ કોરોનાનો ભોગ બની ચુકયા છે.

(3:18 pm IST)