Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

પાલતુ કૂતરાને પણ લૂથી બચાવો

જો તમે તમારા પાલતુ કૂતરાને ઘરના સભ્યની જેમ પ્રેમ કરો છો, તો તેને ઉનાળામાં લૂથી બચાવવા સુરક્ષીત રાખવો જોઈએ.

જો  પાલતુ બેચેન અને ભ્રમની સ્થિતીમાં અથવા તો થાકેલ હોય તેવુ લાગે તો સમજી લેવુ કે તેને લૂ લાગી છે.

જો કૂતરો ખુલ્લી જગ્યામાં રહે છે જ્યાં તડકો તેને ગરમ હવા આવે છે. તો તેના માટે એક કિડ્સ પુલ ખરીદો અને તેને આખો પાણીથી ભરી દો. જેથી તે તેની જરૂરત અનુસાર પાણીમાં જઈ શકે છે.કૂતરા પાસે પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા રાખો અને સંભવ હોય તો તેના માટે પંખાની વ્યવસ્થા પણ કરો. જો પંખો લગાવવો સંભવ ન હોય તો એક ટુવાલમાં બરફના ટુકડા રાખો અને તેને કૂતરાના બેસવાના સ્થાને મૂકો.

તેને ભોજનની સાથે આઈસ ટ્રીટ પણ આપી શકાય છે. કૂતરાને આ ઋતુમાં તાજો ખોરાક જ આપવો જોઈએ. (૨૪.૨)

(4:21 pm IST)