Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

તમારી ત્વચાના આધારે કરો બ્લીચનો ઉપયોગ

બધી છોકરીઓ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે મેકઅપનો ઉપયોગ કરતી હોય છે. મેકઅપ હોય કે બ્યુટી પ્રોડકટ આજકાલ બજારમાં તમને કેટલાય પ્રકારના વિકલ્પ મળે છે. છોકરીઓ પોતાના ચહેરાના રંગને નિખારવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે. માર્કેટમાં કેટલાય પ્રકારના બ્લીચ મળે છે. પરંતુ, બધા બ્લીચના ફાયદા અલગ-અલગ હોય છે. હંમેશા તમારી ત્વચાનો પ્રકાર જાણીને પછી જ બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ.

૧. જો સતત પ્રદૂષણના સંપર્કમાં રહેવાના કારણે તમારી ત્વચા ડલ થઈ ગઈ છે, તો તેના માટે ઓકિસ બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ.  આ એક પ્રી બ્લીચ ક્રીમ છે. જે તમારી ત્વચાના રોમછિદ્રોમાં ઓકિસજન પહોંચાડી તેને તાજગી આપે છે. ઓકિસ બ્લીચ ત્વચાની ઉપર એક પ્રોટેકિટવ લેયર બનાવી તેને ડેમેજ થવાથી બચાવે છે. ઓકિસ બ્લીચ કરવાથી તમારા ચહેરા પર તરત જ ગ્લો આવી જાય છે.

૨. ડાર્ક સ્પોર્ટસ અને પિગમેંટેશનની સમસ્યાને દૂર કરવા માટે પાઉડર્ડ બ્લીચનો  ઉપયોગ ફાયદાકારક સાબીત થાય છે. આ બ્લીચની કવાંટીટી ખૂબ જ વધારે હોય છે. તે તમારા ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ અને પિગમેંટેશનની સમસ્યાને સરળતાથી દૂર કરે છે.

૩. ટૈનિંગ, ડાર્ક સ્પોટ્સ અને ડલ સ્કીનની સમસ્યાને દૂર કરવા માટે મિલ્ક બ્લીચનો ઉપયોગ કરો. મિલ્ક બ્લીચને મિલ્ક પાઉડર અને અમોનિયાના મિશ્રણથી બનાવવામાં આવે છે. તે તમારી ત્વચાને મોશ્ચરાઈઝ કરીને નરીશ કરે છે. આ બ્લીચનો ઉપયોગ સેન્સેટીવ અને ડ્રાઈ ત્વચા ઉપર કરી શકાય છે.

૪. ડ્રાઈ ત્વચા માટે ઓઈલ બેઝડ બ્લીચ ઉત્તમ છે. આ બ્લીચ ક્રિસ્ટલ ફોર્મમાં આવે છે. આ બ્લીચને લગાવવાથી તમારી ત્વચા હાઈડ્રેટ રહે છે.

 

(4:21 pm IST)