Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

તમારે પણ પીળા દાંતને સફેદ કરવા છે?

ટૂથપેસ્ટ આમ તો દાંતની ચમક અને દાંતોને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ, તમે ટૂથપેસ્ટ અને બેકિંગ સોડાનો એક સાથે ઉપયોગ કરો, તો તેનો અલગ જ ફાયદો જોવા મળશે. બેકિંગ સોડામાં સોડિયમ કાર્બોનેટ હોય છે. જે દાંતોની ગંદકીને સાફ કરી ચમકીલા બનાવે છે.

ટૂથપેસ્ટનો બેકિંગ સોડા સાથે ઉપયોગ કરવાથી બેકિંગ સોડામાં રહેલ એન્ટીબેકટોરીયલ ગુણ મોઢામાં પેદા થતા બેકટેરિયાને પણ દૂર કરે છે. કારણ કે, બેકટેરીયા રાત્રે જ પેદા થાય છે, જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.ટૂથપેસ્ટ સાથે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થશે. બેકિંગ સોડા મોઢામાં થોડી લાળ બનાવે છે અને ટૂથપેસ્ટ સાથે પ્રતિક્રિયા આપી લાભાદાયી બેકટેરિયા બનાવે છે, જે પેટમાં ઈંસુલિન બનાવે છે. આનો વધુ એક ફાયદો એ પણ છે કે બેકિંગ સોડા દાંતમાં કયારેય જંતુ લાગવા નહીં દે. જો તમારા દાંતમાં સડો હોય, તો તમે આ સોડાનો ઉપયોગ કરી શકો છો.

(4:21 pm IST)