Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

પરફેકટ દુલ્હન બનવા માટે તમારે પણ રહેવુ છે ફીટ?

છોકરીઓ પોતાના લગ્નમાં સ્માર્ટ અને સુંદર દેખાવા માટે મહિનાઓ પહેલા જ ચહેરા અને ફિટનેસ ઉપર આપે છે પુરતુ ધ્યાન

પોતાના લગ્નમાં દરેક છોકરી સ્માર્ટ અને સુંદર દેખાવાનું પસંદ કરે છે. છોકરીઓ પોતાના લગ્નના અમુક મહિના પહેલા જ પોતાના ચહેરા, ફિગર અને ફિટનેસ ઉપર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દે છે. જેથી લગ્નના દિવસે પરફેકટ દુલ્હન લાગે. તેમજ વધુ વજન ધરાવતી છોકરીઓ જીમ જવાનું શરૂ કરી દેતી હોય છે, જેથી લગ્ન સુધીમાં તેનું શરીર શેપમાં આવી જાય.

ડાયેટમાં ફેરફાર

લગ્નના અમુક મહિના પાહેલા જ છોકરીઓ પોતાના ડાઈટને લઈને સતર્ક થઈ જાય છે. ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ્સ, વધારે મીઠુ (નમક), એલ્કોહોલ માત્રા પણ ઓછી કરી દો. તેનાથી વજન ઓછુ થશે અને શરીરમાં પાણી પણ એકઠુ નહિં થાય. અડધી રાત્રે ઉઠીને મૂડ સારૂ કરવા માટે ડાર્ક ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દો.

ડાયેટ્સમાં આ ફૂડનો સમાવેશ કરો

લગ્નના અમુક મહિના પહેલા જ તમારા ડાયેટમાં સુધારો કરો. નિરર્થક ફળ, જ્યૂસ, વધારે શાકભાજી, મિની વિટામીન્સ લેવાનું બંધ કરો. તેના બદલે પ્રોસેસ્ડ કાર્બોસ જેવા વ્હાઈટ રાઈસ, પાસ્તા, ઓટ્સ, બ્રાઉન રાઈસ, કિવનોઆ, વગેરેનું સેવન કરવું.

દિનચર્યામાં ફેરફાર

દરરોજ વધારે પાણી પીવાનું શરૂ કરો. ઉપરાંત દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવો. લગ્નના અમુક મહિના પહેલા જ પુરતી ઉંઘ કરવાની શરૂઆત કરી દો અને ફિટનેસ માટે કોશિશ કરવી.

 

(4:20 pm IST)