Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

અમેરિકાએ ચીનને તિબેટના લોકોના માનવહક અને ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરવા જણાવ્યું

વોશિંગ્ટન : અમેરિકાએ ચીનને તિબેટના લોકોના માનવહક અને ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરવા જણાવ્યું હતું.

અમેરિકાના સેનેટે આ મામલે ઠરાવ પસાર કર્યો હતો, જેમાં અન્ય મુદ્દા સાથે ચીનની સરકારની દખલ વગર તિબેટના બૌદ્ઘ ધર્મના લોકોનો ૧૫મા દલાઇ લામા સહિત પોતાના ગુરુ પસંદ કરવાના હકનો પણ સમાવેશ કરાયો હતો.

(12:26 pm IST)