Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સ્પેસ એક્સ આ વર્ષે અત્યારસુધીની સૌથી વધુ 52 સ્પેસ ફ્લાઇટ કરશે લોંચ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની ફક્ત ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના મેન્યુફેક્ચરીંગ સુધી સીમિત નથી. નાસા સાથે મળીને તેની કંપની સ્પેસએક્સ છેલ્લા કેટલાક વર્ષોથી સ્પેસ ટૂરિઝમ પ્રોગ્રામ ચલાવી રહી છે અને વર્ષે અત્યારસુધીની સૌથી વધુ 52 સ્પેસ ફ્લાઈટ લોન્ચ કરવાનું લક્ષ્‍યાંક બનાવ્યું છે. વર્ષ 2021 માં સ્પેસએક્સએ કુલ 48 ફ્લાઈટ લોન્ચનું લક્ષ્‍યાંક રાખ્યું હતું પરંતુ તેઓ 31 સ્પેસ ફ્લાઈટનું સફળ લોન્ચિંગ કરી શક્યા હતા. પહેલા 2020 માં 26 સફળ ઉડાણ કરી હતી. અનેક રિસર્ચર્સ પ્રોગ્રામને ખતરનાક ગણાવી ચૂક્યા છે અને ભવિષ્યમાં નાસા અને સ્પેસએક્સ માટે જોખમકારક સાબિત થશે તેવું પણ અનુમાન લગાવી ચૂક્યા છે. મસ્કની અન્ય કંપની સ્ટારલિંકની વાત કરીએ તો અત્યારે 1459 સ્ટારલિંક સેટેલાઇટ એક્ટીવ છે. જેમાંથી 272 સ્પેસ ઓર્બિટમાં એક્ટિવ છે. સ્પેસએક્સ કંપનીનું ઈન્ટરનેટ સેવા પૂરી પડતી સંસ્થાના 25 દેશમાં 1,45,000 થી વધુ યુઝર્સ છે. ટૂંક સમયમાં સ્ટારલિંકનો વ્યાપ સમગ્ર દુનિયામાં ફેલાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને તેની ખાસિયત છે કે, તે ઓછો ખર્ચે અને વધુ ઝડપી ઈન્ટનેટ સેવા પૂરી પાડી શકે છે.

(6:37 pm IST)