Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પાકિસ્તાનની ઈન્ટરનેશલ એરલાઇન્સના બે પાયલોટે લાહોર-કરાંચી વચ્ચે ઉડતી રકાબી જોઈ હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી: પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના બે પાયલોટોએ દાવો કર્યો છે કે, તેમણે 23 જાન્યુઆરીને શનિવારે લાહોર અને કરાંચી વચ્ચે ઉડતી રકાબી (unidentified flying object અથવા UFO) જોઈ. બન્નેએ કોકપિટથી આનો વીડિયો પણ બનાવ્યો. વીડિયોમાં એક તેજ સફેદ રોશનીનો ગોળો ચમકતો નજરે પડે છે. કોકપિટમાં બન્ને પાયલોટ વાતચીત કરતા પણ સાંભળવા મળી રહ્યા છે.

                  શનિવારે PIAની ફ્લાઈટ નંબર PK-304 કરાંચીથી લાહોર જઈ રહી હતી. આમાં બે પાયલોટ્સ હતા. સાંજે લગભગ ચાર વાગ્યે અચાનક તેમણે આકાશમાં એક તેજ રોશનીનો ગોળો જોયો. આ તેજીથી જગ્યા બદલી રહ્યો હતો. જિયો ન્યૂઝ પ્રમાણે, પાયલોટ્સની નજર આના પર ગઈ. થોડી વાર પછી તેમણે આ વીડિયો બનાવવાનું શરુ કર્યું. પછી આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ કથિત ઉડતી રકાબી રહીમ યાર ખાન વિસ્તારમાં જોવા મળી હતી.

(5:21 pm IST)