Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સફાઇ-કર્મચારી મોરોક્કોના રાજાની ૩૬ ઘડિયાળો પર હાથ સાફ કરી ગઇ, હવે ભોગવશે ૧પ વર્ષની કેદ

લંડન તા.ર૮ : લકઝરીતેમ જ એન્ટિક ચોજોનો શોખ રાખનારા આ દુનિયામાં અસંખ્ય લોકો છે.આવી ચીજોનો સંગ્રહ એક શોખ-એક ઝૂનુન મનાય છે. જો કે સામે પક્ષે આવી ચીજો ચોરાઇ જવાની સંભાવનાઓ પણ એટલી જ હોય છે, કેમ કે દુર્લભ ચીજો વસાવનારાઓ કરતાં એને વેચીને કરોડો કમાવાની લાલસા ધરાવનારા લોકોનો પણ તોટો નથી.

દક્ષિણ આફ્રિકામાં આવેલા મોરક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાની ૩૬ ઘડિયાળ ચોરવાના આરોપમાં મહેલની એક સફાઇ-કર્મચારીને ૧પ વર્ષની અને તેનો સાથ આપનારા કે તેની પાસેથી ઘડિયાળ  ખરીદનારા સોનાના વેપારીઓ સહિત ૧૪ પુરૂષોને ચાર વર્ષની જેલની સજા થઇ હતી.

આ મહિલાએ મોટા ભાગની ઘડિયાળો પિગળાવીનેઅમાંથી રત્નો કઢાવી એને વેચીને ખૂબ પૈસા ભેગા કર્યા હતા.

મોરક્કોના રાજા મોહમ્મદને લકઝરી ઘડિયાળો પહેરવાનો, પેઇન્ટિંગ્સ ખરીદવાનો તેમ જ નવી કાર અને યોટમાં ફરવાનો ખૂબ શોખ હતો. સપ્ટેમ્બર ર૦૧૮માં સોશ્યલ મીડિયામાંં વાઇરલ થયેલા એક ફોટોમાં તેમના હાથમાં ૮.પ કરોડ રૂપિયાની કિંમતની પાતે ફિલિપની ઘડિયાળ જોવાઇ હતી.

(3:21 pm IST)