Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

થીયેટરમાં ફિલ્મ જોવી એ હળવી કસરત જેટલી જ ફાયદાકારક!

લાંબા સમય સુધી તમે ફિલ્મમાં ઓતપ્રોત થઇ જતા હોવાને કારણે તમારા મગજને પણ એ લાભકારી છે

લંડન, તા.૨૮: સિનેમાગૃહમાં ફિલ્મ જોવી એ હળવી કસરત જેટલું જ ફાયદાકારક હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. સિનેમામાં લગભગ ૪૫ મિનિટ સુધી કેટલાક હૃદય ધડકાવી દે એવાં દૃશ્યોને કારણે તમારા હૃદયના ધબકારા વધી જતા હોવાનું સંશોધકોને જણાયું હતું. સંશોધકો ઉમેરે છે કે તમારું મગજ ફિલ્મ સાથે સંધાન કરી લેતું હોવાને કારણે તમારું શરીર પણ પ્રતિક્રિયા આપે છે. ઉપરાંત સતત લાંબા સમય સુધી તમે ફિલ્મમાં ઓતપ્રોત થઇ જતા હોવાને કારણે તમારા મગજને પણ એ લાભકારી છે. સ્માર્ટફોન, ટેબલેટ અને ટેલિવિઝન પર ફિલ્મ જુઓ ત્યારે તમારું ધ્યાન આસપાસ દ્યૂમતું રહે છે. જયારે સિનેમાગૃહમાં તમારે સતત એક જ ફિલ્મ જોવાનું જ કામ હોય સતત તમારું ધ્યાન ફિલ્મ પર કેન્દ્રિત હોય છે.

૨૦૧૯માં અલાદ્દીનની રિમેક જોનારા ૫૧ લોકો પર કરાયેલા અભ્યાસમાં સંશોધકોએ દર્શકોના ચામડી પરના પ્રતિભાવ તથા હૃદયના ધબકારા ઉપર ધ્યાન રાખવા માટે સેન્સરોનો ઉપયોગ કર્યો હતો. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા આ સંશોધન હાથ ધરાયું હતું. એ અભ્યાસમાં ૨૮ લોકોને એટલો જ સમય દ્યરે વાંચવામાં કાઢયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે, સિનેમાગૃહમાં ફિલ્મ જોનારાઓએ હેલ્થી હાર્ટ ઝોનમાં ૪૫ મિનિટ ગાળી હતી, એ સમયે તેમના હૃદયના ધબકારા ૪૦થી ૮૦ ટકાના મહત્તમ દરે હતા !

સિનેમામાં તમારે તમારી જાતને તેમાં જકડાવા દેવા સિવાય કશું કરવાનું રહેતું નથી. વધુ તો ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન આપવાની આપણી ક્ષમતાથી આપણી માનસિક સ્થિતિસ્થાપકતા વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે કારણકે સમસ્યા ઉકેલવા માટે અવરોધ દૂર કરીને ધ્યાન કેન્દ્રિત કરવાની જ જરૂર પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધ્યાન વિકેન્દ્રિત થયા વિના પ્રશ્નોમાં રહીને કામ કરવાની આપણી ક્ષમતા આપણને સમસ્યા કે પ્રશ્નોની ઉકેલવા વધુ સક્ષમ બનાવે છે અને આપણને વધુ ઉત્પાદક બનાવે છે. આપણા ડિવાઇસોથી દૂર રહેવું મુશ્કેલ છે, એવી દુનિયામાં આ સ્તરે ધ્યાન કેન્દ્રિત થાય એ આપણા માટે લાભકારી છે.

સરેરાશ ૩૦ વર્ષની વયના યુવાનો માટે એ દર મિનિટે ૯૫થી ૧૬૦ ધબકારાનો હોય છે. સામાન્ય આરામના સમયે હૃદયના ધબકારા દર મિનિટે ૬૦થી ૧૦૦ ધબકારા હોય છે. એ જ અસર ચાલવું કે બાગકામ કરવા જેવી હળવી ર્કિાડયોવસ્કયુલર કસરત વખતે જોવા મળતી હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. અધ્યયનમાં વધુમાં જણાવ્યું કે ફિલ્મ જોતી વેળા લોકોનાં હૃદયો પણ સમન્વયિત અને અકરૂપ થઇને ધડકતાં હતાં, જેને કારણે એકતાની લાગણી પેદા થઇ શકે છે.

શારીરિક લાભ ઉપરાંત ફિલ્મના પ્લોટને પણ ઉકેલતા જવાના કામથી મગજ માટે પણ સારી ક્ષમતા કેળવાય છે. યુસીએલના ન્યૂરોસાયન્સ પ્રોફેસર ડો. જોસેફ ડેલ્વિને જણાવ્યું હતું કે, ફિલ્મમાં હોય એવા સામાજિક અનુભવોથી આપણા મગજને એ સમયગાળા દરમિયાન તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે છે.

૧૯થી ૬૪ વર્ષના લોકોએ સ્વસ્થ રહેલા માટે સક્રિય જીવનની સાથે આ રીતે કસરત કરવાની જરૂર છે.

દર અઠવાડિયે સાઇકિલંગ કે ઝડપી ચાલ જેવી મધ્યમ એરોબિક એકિટવિટી ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ કરવી જોઇએ.

પગ, થાપો, પીઠ, હોજરી, છાતી, ખભા અને હાથ જેવા મુખ્ય સ્નાયુઓ મજબૂત થાય એ માટે અઠવાડિયે બે કે વધુ દિવસ કસરત થવી જોઇએ.

દર અઠવાડિયે દોડવા જવું કે પછી સિંગલ ટેનિસ જેવી અન્ય રમતો રમત ૭૫ મિનિટ માટે રમવા જવું જોઇએ.

૩૦ મિનિટ સુધી દોડવું ઉપરાંત ૩૦ મિનિટ ઝડપી ચાલવા જેવું મળીને ૧૫૦ મિનિટની મધ્ય એરોબિક એકિટવિટી કરવી જોઇએ.

સારો નિયમ તો એ છે કે એક મિનિટ સુધી ભારે કસરત કરો એટલો જ લાભ ૨ મિનિટ હળવી કસરત કરવાથી થાય છે. બીજો નિયમ એ પણ છે કે અઠવાડિયે ૧૫૦ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવા કરતાં અઠવાડિયે પાંચ દિવસ સુધી ૩૦ મિનિટ પણ એ પ્રવૃત્તિ કરી શકાય.

પુખ્ત વયના તમામ લોકોએ લાંબા સમય સુધી બેસી રહેવા કરતાં હળવી પ્રવૃત્તિ કરતા રહેવું જોઇએ.

(3:22 pm IST)