Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સતત ૧ર વર્ષ સુધી મૂંગા હોવાનું નાટક કરવા જતાં હકિકતમાં અવાજ જતો રહ્યો

બીજીંગ તા. ર૭ :..  ચીનના ઝેજિઆન્ગ પ્રાંતમાં રહેતા ઝેન્ગ અટક ધરાવતા ૩૩ વર્ષના યુવકનો પ૦૦૦ રૂપિયાના ભાડા માટે થઇને તેના કાકા-સસરા સાથે ઝઘડો થઇગયો. ર૦૦પ ના સમયની વાત છે. ઝેન્ગે ગુસ્સામાં કાકા-સસરાનું ખૂન કરી નાખ્યું અને ત્યાંથી રફુચક્કર થઇગયો. તે બીજા ગામ જતો રહ્યો અને પોતે મૂંગો છે એવો ડોળ કર્યો. ત્યાં તેણે પોતાનું નામ બદલી નાખ્યું. તેણે લગ્ન કર્યા અને બાળકોનો પિતા પણ બન્યો. બીજી તરફ પોલીસે ફરાર ઝેન્ગને પકડવા માટેના પ્રયત્નો હેઠા નહોતા મૂકયા. બીજા ગામમાં રહેવા જતા રહેલા મૂંગા પરંતુ તેના જેવા જ દેખાતા આ માણસ પર પોલીસને શંકા ગઇ. તેમણે તેનું લોહી લઇને ફરાર ઝેન્ગના પેરન્ટસના ડીએનએ સાથે સરખાવ્યું તો તે તેમનો જ દીકરો નીકળ્યો. હવે ઝેન્ગે લેખિતમાં સ્વીકાર્યુ છે કે બાર વર્ષ સુધી મૂંગા રહ્યા પછી તે હકિકતમાં બોલી શકે એમ નથી રહ્યો. હવે ઝેન્ગ પર મર્ડરના ચાર્જિસ લાગશે અને જો એમાં તે ખૂની સાબીત થયો તો કદાચ મોતની સજા પણ મળશે.

(11:46 am IST)