Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દુર્ગંધવાળા મોજા ઉતારવા ભારે પડયાઃ સાથી યાત્રીએ માર્યું ચાકૂ

મોસ્કો તા. ૨૭ : જો તમે પણ અનેક દિવસો સુધી ગંદા અને દુર્ગંધ આવતી હોય તેવા મોજા પહેરો છો તો આ આદત બદલવાની જરૂર છે. કારણકે ફલાઇટમાં મુસાફરી કરનાર એક વ્યકિત સાથે જે થયું તે કોઇની સાથે પણ થઇ શકે છે. રશિયામાં એક વ્યકિતએ ફલાઇટમાં મોજા ઉતાર્યા હતાં. જેમાંથી ખૂબ વાસ આવતી હતી. જેથી આ વ્યકિતનો સાથી મુસાફર સાથે ઝઘડો થઇ ગયો હતો.

રિપોર્ટ અનુસાર એક ૩૧ વર્ષના વ્યકિતએ ફલાઇટમાં દુર્ગંધયુકત મોજા ઉતાર્યા હતાં. જે પછી તેની બાજુમાં બેઠેલા ૫૪ વર્ષના વ્યકિત સાથે વિવાદ થયો હતો. સમગ્ર રસ્તામાં બન્ને લડતાં રહ્યાં હતાં અને ફલાઇટની લેન્ડિંગ પછી બન્નેનો ઝઘડો પાર્કિંગ સુધી પહોંચ્યો હતો. જયાં ૫૪ વર્ષના શખસે આ વ્યકિત પર ચાકૂથી હૂમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે આ હુમલામાં વ્યકિત ઘાયલ થઇ છે. તેમજ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો તપાસમાં આરોપ સાચા સાબિત થાય છે તો હુમલો કરનાર વ્યકિતને ૧૦ વર્ષની જેલ થઇ શકે છે.

(10:26 am IST)