Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

શાંઘાઈમાં 3 કોરોના કેસ આવતા 500 ફ્લાઈટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષથી આખી દુનિયા કોરોનાના કેર સામે ઝઝૂમી રહી છે. નવા વેરિયન્ટ આવી રહ્યા છે. યુરોપમાં સંક્રમણ પર કાબૂ મેળવી શકાતો નથી પરંતુ ચીનમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન ઝીરો કોવિડ પોલિસીનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. અઢી કરોડથી વધુ વસતીવાળા શાંઘાઇમાં માત્ર 3 નવા કેસ આવતાં 500 ફ્લાઇટ રદ કરી દેવાઇ અને સ્કૂલો પણ બંધ કરી દેવાઇ. લૉકડાઉન હટ્યા બાદ ઘણા દેશોએ તેમની સરહદો ખુલ્લી મૂકી દીધી જ્યારે ચીને હજુ સુધી તેની સરહદો લગભગ બંધ રાખી છે. ભારતથી 23 હજાર સ્ટુડન્ટ્સ ચીન જવા રાહ જોઇ રહ્યા છે. ચીનના એરપોર્ટ્સ પર ઉતરવા સાથે જ પોલિસી સંબંધી કડક નિયમો લાગુ થઇ જાય છે. ટેસ્ટિંગ ઉપરાંત 21 દિવસ સુધી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવું પડે છે. તે દરમિયાન કોઇ પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે વધુ સમય માટે ક્વોરેન્ટાઇન થવું પડે છે. જોકે, ચીનમાં વિદેશની કોઇ પણ ફ્લાઇટ બેજિંગમાં લેન્ડ નથી થઇ શકતી. એક વર્ષથી વધુ સમયથી ચીનમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અન્ય શહેરોમાં જ લેન્ડ થાય છે.

 

(7:18 pm IST)