Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

Whatsapp ડિલીટ કર્યા વિના રહી શકાય છે invisible સમસ્યાના સરળ ઉકેલ માટે ફોલો કરવા પડશે આ સ્ટેપ્સ

નવી દિલ્હી :ટ્વિટર, ફેસબુક, સ્નેપચેટ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લોગઆઉટ થવું અને બીજાને ઓનલાઈન ન દેખાવું ઘણું સરળ છે. જોકે,વોટ્સએપમાં થોડા સમય માટે ને ઓન રહેવા છતાં બીજાને ન જાણ ન થવા દેવી ઘણું મુશ્કેલ કામ છે  મેસેજ જુઓ કે ન જુઓ, મોકલનારને ખબર પડી જાય છે કે તમારા સુધી મેસેજ પહોંચી ચૂક્યો છે

    ત્યારે વારંવાર વોટ્સએપ ડિલીટ કરવું અને પછી ફરી ઈન્સ્ટોલ કરવું પણ સરળ કામ નથી. ઘણી વખત આવું કરવાને લીધે જરૂરી ડેટા ડિલીટ થઈ જાય છે. એ મહત્વ નથી રાખતું કે તેને બે બ્લૂ ટિક દેખાય છે કે નહીં, મોકલનારને ખબર પડી જાય છે તમે મેસજ વાંચ્યો કે નહીં. એવું એટલા માટે કે તમે જ્યારે વોટ્સએપ ઓપન કરો છો, તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ઓનલાઈન દેખાઈ જાઓ છો.
  સત્તાવાર રીતે વોટ્સએપને થોડા સમય માટે સાયલન્ટ કરવાનો કોઈ રસ્તો નથી. કેટલીક એવી થર્ડ પાર્ટી એપ્સ હોય છે, જેની મદદથી વોટ્સએપને સાયલન્ટ કરી શકાય છે, પરંતુ એવું ન કરવું જોઈએ. પરંતુ કેટલીક રીતો છે, જેનાથી તમે કોઈ એપ ડાઉનલોડ કર્યા વિના અને ઈન્ટરનેટ કનેક્શન ઓફ કર્યા વિના આવું કરી શકો છો. તમે આ રીતથી તમારું વોટ્સએપ થોડા સમય માટે ઈનવિઝિબલ કરી શકો છો.
  સૌથી પહેલા તમે વોટ્સએપ ટોન સાયલન્ટ કરો. તેના માટે તમારે તમારા ફોનને સાયલન્ટ મોડમાં કરવાની જરૂર નથી. તે પછી વોટ્એપ આઈકન પર જઈ નવા મેસેજ માટેના નોટિફિકેશનથી છૂટકારો મેળવો. ત્રીજું એ કે નોટિફિકેશન લાઈટ ફોર વોટ્સએપને ડિસેબલ કરો. છેલ્લે હોમસ્ક્રીન પરથી વોટ્સએપ શોર્ટકટને હટાવી દો.
  અહીં વોટ્સએપ મેસેજ અને કોલ માટે ‘No Rington’નો કોઈ ઓપ્શન નથી. તે પોતાની રીતે જ એક રિંગટોન સિલેક્ટ કરી લે છે. તેના માટે સૌથી સારી રીત એ છે કે, પિન ડ્રોપ સાયલન્સમાં 5 સેકન્ડનો એક ઓડિયો રેકોર્ડ કરી તેને વોટ્સએપ નોટિફિકેશન ટોન બનાવી દો.
 વોટ્સએપ આઈકોન અને ડોટ્સના ફોર્મમાં નોટિફિકેશન ડિસેબલ કરવા તમે તમારા ફોનના સેટિંગમાં જાઓ. પછી,
Apps> Open list of Apps> Select Whatsapp> Tap on Notification and disable all notification for Whatsapp કરો. વાઈબ્રેશન અને પોપએપને પણ ડિસેબલ કરી દો. હવે, કોઈ મેસેજ આવશે તો તમને ત્યાં સુધી જાણ નહીં થાય, જ્યાં સુધી તમે વોટ્સએપ નહીં ખોલો.
  Whatsapp> Settings> Notifications> Light પર જાઓ અને ‘None’ ઓપ્શનને સિલેક્ટ કરો. તે પછી હોમસ્ક્રીન પર રહેલા વોટ્સએપ શોર્ટકટને હટાવી દો. આ સ્ટેપ્સને ફોલો કર્યા બાદ વોટ્સએપ પર મેસેજ આવતા રહેશે, પણ તમને ત્યાં સુધી ખબર નહીં પડે, જ્યાં સુધી તમે જાણવા નહીં ઈચ્છો. કોઈ પ્રકારના ટોનને લીધે તમે ડિસ્ટર્બ પણ નહીં થાઓ.
  ફોનના સેટિંગ્સમાં જાઓ. પછી Apps> Open list of Apps> WhatsApp સિલેક્ટ કરો. તે પછી ‘Force stop’ પર ક્લિક કરો. તે પછી ‘Background Data’નો ઓપ્શન આવે છે, તેને ડિસેબલ કરો.
 આ બધી પ્રક્રિયા પૂરી કર્યા બાદ તે અનઈન્સ્ટોલ કર્યા વિના પણ વોટ્સએપને ઈનવિઝિબલ કરી દે છે. જોકે, જ્યારે તમે વોટ્સએપ ખોલશો તો તમને મેસેજ મળતા રહેશે, પરંતુ તમે રિપ્લાય કરવામાં ઈગ્નોર પણ કરી શકો છો. જો તમે ઈચ્છો છો કે મેસેજ મોકલનારને ‘Double Tick’ની સાઈન ન દેખાય તો ‘Force Stop’ કર્યા બાદ વોટ્સએપ ન ખોલો.

(9:09 pm IST)