Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

નાસાએ 'ઇનસાઇટ'નું સફળ રીતે ઉતરાણ કર્યું

નવી દિલ્હી :અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAના 'ઈનસાઈટ' અવકાશયાને મંગળના ગ્રહ પર ગઈ કાલે સલામત રીતે ઉતરાણ કર્યું છે. હવે આ અવકાશયાન આ લાલ માટીવાળા ગ્રહની જમીનમાં ઊંડે સુધી તપાસ કરશે. આ મિશન બે વર્ષનું છે. છ મહિનાના સમય અને 30 કરોડ માઈલ(48 કરોડ કિલોમીટર)ની સફર કર્યા બાદ મંગળ ગ્રહ પર ઉતર્યું છે. આ સ્પેસક્રાફ્ટ મંગળની જમીનની નીચે ઊંડાણમાંના ભૌગોલિક સિગ્નલ્સની તપાસ કરશે.

 

(5:38 pm IST)