Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

રોડ પર ૩ડી આભાસી ઝીબ્રા ક્રોસિંગ બન્યાં મેલબર્નમાં

જોલબર્ન, તા.૨૭: રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે એ માટે રોડ પર બનાવવામાં આવેલા ઝીબ્રા ક્રોસિંગ પાસે વાહનોએ ગતિ ધીમી કરવાની હોય એ ડ્રાઇવિંગનો સૌથી કોમન નિયમ છે. જોકે મોટા ભાગના ડ્રાઇવરો આ નિયમનો આએ દિન ભંગ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક બિઝી રોડ પર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહે અને વાહનચાલકો નછુટકે ગતિ ધીમી પાડે એ માટે આભાસી ક્રોસ રોડ પેઇન્ટ કરવામાં આવ્યા છે. દુરથી જોતાં એવું લાગે કે જાણે રસ્તા વચ્ચે સફેદ બ્લોકસ મૂકેલા છે. બ્લોકસ સાથે અથડાઇ જવાશે એવી બીકે વાહનચાલકોની સ્પીડ આપમેળે ધીમી થઇ જાય એવી ગણતરીથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કવીન્સલેન્ડના કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ આવી થ્રી-ડાઇમેન્શન ઇલ્યુઝન ધરાવવું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. સ્થાનિક કાઉન્સિલનું કહેવું છે કે આનાથી પદચાલકોની સેફટી રહેશે, પરંતુ કારચાલકોનું કહેવું છે કે અચાનક જ રસ્તામાં બ્લોકસ આવી ગયા હોવાનો આભાસ થવાની નો કોઇ અચાનક બ્રેક મારે તો આગળ-પાછળના વાહનો વચ્ચે અથડામણ થઇ જાય એવી સંભાવનાઓ વધી જશે.

(3:50 pm IST)