Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

એક જ બોયફ્રેન્ડ ધરાવતી ટવિન બહેનોને છે કોસ્મેટિક સર્જરી પાછળ ૧.૭પ કરોડ રૂપિયા ખર્ચ્યાનો વસવસો

એક જ બોયફ્રેન્ડ ધરાવતી ટવિન બહેનોને છે કોસ્મેટિક સર્જરી પાછળ ૧.૭૫ કરોડ રૂપિયા ખર્ચ્યાનો વસવસો

લંડન, તા.૨૭: ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી ટવિન્સ એના અને લ્યુસી જન્મથી જ આઇડેન્ટિકલ ટવિન્સ હતાં. પહેલેથી જ બંને એકબીજાની કાર્બન કોપી જેવી દેખાતી હતી. એમ છતાં ટીનેજ દરમ્યાન બંનેને પોતાનાં નાક, હોઠ, કપાળને જરાક વધુ સારાં કરાવવાનો ચસકો ચડયો. બંનેએ કોસ્મેટીક સર્જરીઓ કરાવી. જોકે એમાં પણ તેમણે એકસરખો લુક જાળવી રાખ્યો. હોઠ ભરાવદાર બનાવ્યા, સ્તનનો ઉભાર વધાર્યો, નાક તીણું કરાવ્યું, ચહેરા પર લેઝર ટ્રીટમેન્ટસ કરાવી અને ત્વચાને ચમકીલી બનાવવા ખાસ કેમિકલ ઇન્જેકશન્સ પણ લીધાં. જોકે આ બધું જ તેમણે એકસરખું જ કરાવ્યું. આ બંને બહેનો નેચરલી પણ એટલી સરખી લાગતી હતી કે તેમને વિશ્વની સૌથી આઇડેન્ટિકલ ટવિન્સ ગણવામાં આવતી હતી. જોકે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી સોશ્યલ મીડિયા પર તેમને જોઇએ એવો પ્રતિસાદ ન મળ્યો. અધૂરામાં પૂ રું તેમને પોતાને પણ પોતાનો ચહેરો વધુ પડતો આર્ટિફિશ્યલ લાગવા લાગ્યો. હવે બંને પસ્તાય છે. તેમને પોતાનો નેચરલ લુક પાછો જોઇએ છે. એ માટે બંને ફરીથી નવી સર્જરીઓની હારમાળામાંથી પસાર પણ થઇ. હજીયે તેમને પહેલાં જેવો કુદરતી દેખાવ પાછો નથી મળ્યો. આ બધામાં નવાઇની વાત એ છે કે ટીનેજથી લઇને હાલમાં તેઓ ૩૩ વર્ષની થઇ ત્યાં સુધીમાં તેમણે એક જ બોયફ્રેન્ડ શેર કર્યો છે. બંનેનું કહેવું છે કે તેઓ જીવનમાં એક જેવા જ દેખાવાનું અને એક જ બોયફ્રેન્ડ શેર કરવાથી કયારેય નહીં કંટાળે.

(3:50 pm IST)