Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

આખા ઉંદરને ગ્રિલરમાં મૂકીને શેકવાના વિડિયોને કારણે રેસ્ટોરાં પર લાગ્યું તાળું

હવાઈ ટાપુ પર એક રેસ્ટોરાંમાં શેફે આખા ઉંદરને ગ્રિલરમાં મૂકીને શેકયો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. એક બર્ગર-ચેઈન રોસ્ટોરાંમાં આ ઘટના ઘટી હતી. વિડિયો કારણે પ્રાણીપ્રેમીઓ તો ઊકળી ઊઠ્યા, પણ સાથે રેસ્ટોરાંની સફાઈનાં ધોરણો પર પણ સવાલો  ઊઠ્યા. પહેલી વાર સ્નૅપચૅટ પર મુકાયેલો વિડિયો વાયુવેગે એટલો વાઈરલ થયો કે રેસ્ટોરાંને સફાઈ કરવાના બહાને બંધ કરવી પડી. રેસ્ટોરાંએ જાહેર કર્યું છે કે આખા કિચનની સઘન સફાઈ કરવામાં આવશે અને તમામ સાધનો નવા ખરીદીને ફરીથી એ રેસ્ટોરાં શરૂ કરવામાં આવશે.

(3:31 pm IST)