Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ન્યુઝીલેન્ડ: સાયન્સનો કમાલ: હવે રોબોટ પણ લડશે ચૂંટણી

નવી દિલ્હી:ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક એવા રોબોર્ટનો આવિષ્કાર કર્યો છે જે 2020માં ચૂંટણી લડવાની તૈયારી કરશે.આ રોબોટનું નામ સેમ રાખવામાં આવ્યું છે અને તેનો આવિષ્કાર ન્યૂઝીલેન્ડના 49 વર્ષીય નિક ગેરીટસને કર્યો છે.વૈજ્ઞાનિકોની દુનિયામાં આ પહેલો આર્ટિફિશિયલ બુદ્ધિશાળી રાજનેતા બનાવવામાં આવ્યો છે જે આવાસ શિક્ષા જેવા અનેક સ્થાનિક મુદ્દાઓ પર પૂછવામાં આવેલ સવાલોના જવાબ આપશે.અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ વાળો આ રોબોટ ફેસબુક મેસેજ દ્વારા સતત લોકો સાથે પ્રતિક્રિયા આપવા માટેનું જ્ઞાન મેળવી રહ્યો છે.પરંતુ એક મેગેજીનએ આ વિષે આપેલી માહિતી મુજબ આ રોબોટની સિસ્ટમ પરફેક્ટ નથી પણ વિભિન્ન દેશોમાં વધતી રાજનીતિક તથા સાંસ્કૃતિક અંતરને ઘટાડવા માટે રામબાણ ઈલાજ સમાન છે.

 

(7:28 pm IST)