Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

પગથિયા ચડતા ટાયર બજારમાં આવી રહ્યા છે

સામાન્ય ટાયરો તો લગભગ બધાએ જોયાં જ હશે, પરંતુ ફાટફટ સીડી ચડી જતા, બે ભાગમાં વિભાજીત થતા અને જાતે જ અટેચ અને ડિટેચ થતાં આ સ્માર્ટ ટાયર જોઈને તો બસ મોંમાથી વાહ જ નીકળે. એવું પણ થઈ શકે કે આ ટાયર ગાયબ જ થઈ જાય. માર્કેટમાં હજી આ ટાયર આવ્યા નથી, પરંતુ બની શકે કે ભવિષ્યમાં આ ટાયર આપણા જીવનનો હિસ્સો બની જાય. 'હેનકુક' ડિઝાઈન ઈનોવેશન પ્રોજેકટ હેઠળ આવા ટાયર બનાવવા પર કામ કરવામાં આવી રહ્યુ છે. વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સે આ ઈનોવેટિવ ટાયર બનાવવા માટે ડિઝાઈન રજુ કરી હતી, જેમાથી માત્ર પાંચ ડિઝાઈન પસંદ કરવામાં આવી છે.  ટોપ ટુ ડીઝાઈન્સમાં 'મેયફલોટ' અને 'ફલેસ્કઅપ' છે જેમને રિયલિસ્ટિક મનાઈ છે અને એના પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રેસિંગ માટે 'શિફટ્રેક' અને પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે 'આઈપ્લે' સૌથી સારા મનાઈ રહ્યા છે. 'ઓટોબાઈન'ને પબ્લિક તેમ જ હેવી ટ્રાન્સપોર્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. 'શિફટ્રેક' ટાયરને રેસિંગ દરમ્યાન ડ્રાઈવિંગ માટે બહેતર મનાયા છે. આમા ટાયર બે હિસ્સામાં વહેંચાયેલા હશે, જેથી શાર્પ ટર્ન અને ઓવરટેકિંગ દરમ્યાન ગાડીને બેલેન્સ કરવામાં મદદરૂપ રહેશે. 'ફલેસ્કઅપ'ને પર્સનલ ટ્રાન્સપોર્ટ માટે ટેકનિકલી શ્રેષ્ઠ મનાયા છે. આ ટાયર સીડીઓ ચડવા સાથે જ સાંકડી ગલીઓમાં ચલાવવા માટે પણ સારા છે. જો કે મુખ્ય વાત એ છે કે દરેક ટાયરની   પોતાની વિશેષતા  છે.

(11:44 am IST)