Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વધતા જતા ભુખમરાને કારણોસર અફઘાનિસ્તાનમાં લોકો દીકરીઓને વેચવા માટે બન્યા મજબુર

નવી દિલ્હી: કોરોના, દુષ્કાળની સ્થિતિ અને તાલિબાન શાસન સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સોમવારે ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનની અડધાથી વધુ વસ્તી અથવા લગભગ 25 મિલિયન લોકો આવતા મહિને નવેમ્બરથી ભૂખમરોનો સામનો કરી શકે છે અને તે આ દેશના ઘણા ભાગોમાં શરૂ થઈ ગયું છે. એએફપીના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના ગરીબ વિસ્તારોમાં લોકો પોતાની દીકરીઓને વેચી રહ્યા છે.

ફહિમા નામની મહિલાએ વાતચીતમાં જણાવ્યું કે તેના પતિએ તેની 6 વર્ષની અને દોઢ વર્ષની દીકરીઓને વેચી દીધી છે. ફહિમાએ કહ્યું કે તે ઘણી વખત રડી હતી કારણ કે તેના પતિએ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં દુષ્કાળથી બચવા માટે લગ્ન માટે તેની બંને પુત્રીઓને વેચી દીધી હતી. ફહિમાએ કહ્યું કે મારા પતિએ મને કહ્યું કે જો અમે અમારી દીકરીઓને નહીં આપીએ તો અમે બધા મરી જઈશું કારણ કે અમારી પાસે ખાવા માટે કંઈ નથી. આટલા પૈસા માટે મારી દીકરીઓને વેચવાથી મને બહુ ખરાબ લાગે છે પણ અમારી પાસે કોઈ વિકલ્પ નથી.

 

 

 

 

(6:49 pm IST)