Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

મેક્સિકોની કોલેજીયન યુવતી બાલકનીમાં યોગાસનો કરતા 80 ફૂટ ઊંચેથી પટકાઈ ; 11 કલાક લાંબી ચાલી શસ્ત્રક્રિયા

યોગાસન મુદ્રામાં શરીરનું સંતુલન ગુમાવ્યું ; ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે

મેક્સિકોની એક કૉલેજિયન યુવતી એલેક્સા ટેરેરસ પોતાના ફ્લેટની બાલકનીમાં યોગનાં આસનો કરી રહી હતી. એક ખાસ યોગમુદ્રા કરવાના પ્રયાસમાં એ પોતાના શરીરની સમતુલા ગુમાવી બેઠી હતી અને 80 ફૂટ ઊંચેથી ધરતી પર પડી હતી.

એલેક્સાને ગંભીર ઇજા થઇ હતી અને એના પર 11 કલાક લાંબી શસ્ત્રક્રિયા થઇ હતી. હાલ એ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(1:16 pm IST)