Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

યુરોપના દેશ નોર્વેમાં આવેલ આ દેશમાં 6 મહિના સુધી નથી નીકળતો સૂર્ય

નવી દિલ્હી: યુરોપના દેશ નોર્વેમાં એક એવું શહેર છે જ્યાં 6 મહીના સુધી સૂર્ય નીકળતો નથી. સૂર્યપ્રકાશની અછતના કારણે શહેરના લોકોના શરીરમાં વિટામિન- D ની માત્રા ખૂબ ઓછી હોય છે. જો કે સ્થાનિકોને એક્ઠા થઈને અજવાળા માટે કાઢ્યો છે રસ્તો. દુનિયામાં ખગોળીય ઘટનાઓના અનેક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં 6 મહીના જેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. વર્ષના 6 મહીના હોય છે દિવસ અને બાકીના 6 મહીના હોય છે રાત. નોર્વેના ટેલીમાર્ક વિસ્તારની પાસેના પર્વતોની વચ્ચે રજુકાન નામનું શહેર આવેલું છેઅહીના લોકો 6 મહીના સુધી સૂર્યપ્રકાશ વગર રહે છે. અને આજ કારણથી તેમના શરીરમાં વિટામિન -Dની હોય છે અછત. જાણકારીના અનુસાર શહેરને નોર્સ્ક હાઇડ્રોમાં કામ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું હતું. એક રિપોટના અનુસાર શહેરના સ્થાપક સૈમ આઈડે વર્ષ 1913માં સૂર્યપ્રકાશ લાવવા માટે સપનું જોયું હતું . જોકે તેમને હયાતીમાં તો શક્ય થઈ શક્યું. જેના પછી વિકલ્પના રૂપમાં નાગરિકોને ઘાટીથી બહાર અને પર્વતો પર લઈ જવા માટે ક્રોબોબેન બનાવ્યુ હતું .જેથી લોકોને વિટામિન- D મળી શકે.

(5:51 pm IST)