Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

લે બોલ :ગધેડાને રંગ કરી બનાવી દીધો ઝીબ્રા: ઇજિપ્તના એક પ્રાણી સંગ્રહાલયનો ભાંડો ફૂટ્યો

ઈજિપ્તના એક પ્રાણી સંગ્રહાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રાણી સંગ્રાહાલયમાં ગધેડાને કલર કરીને તેને ઝીબ્રાના પાંજરામાં રાખવામાં આવ્યો હતો. પરંતુ પ્રાણી સંગ્રહાલયની આ ચાલાકી લાંબો સમય સુધી ટકી શકી નહોતી. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને જોવા આવેલા એક વિદ્યાર્થીએ ઝીબ્રાના રંગમાં સંતાયેલા ગધેડાને ઓળખી બતાવી પ્રાણી સંગ્રહાલયમાં ભાંડો ફોડ્યો હતો.

(12:08 am IST)