Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઘરમાં વાછૂટનો અવાજ બહુ આવતો હોવાથી ભરબપોરે પોલીસે છાપો માર્યો

લંડન, તા.૨૭: ઇંગ્લેન્ડના સેન્ટ એલ્બન્સ શહેરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે પોલીસને ફરિયાદ મળી કે બાજુના ઘરમાંથી એટલા વિચિત્ર અવાજો આવે છે કે તેમનું માથું પાકી ગયું છેફ એ ઘરમાં ૯૫ વર્ષના કોલિન મિચેલ નામના દાદા બહુ વાછૂટ કરતા હોય એવો અવાજ હોવાની સંભાવના લાગતી હતી. પાડોશીઓનું કહેવું હતું કે એ ઘરમાંથી એટલી લાંબી અને જોરજોરથી વાછૂટ થવાના અવાજ આવતા હતા કે ભરબપોરની શાંતિમાં ભંગ થતો હતો. પોલીસે તરત જ અ. દાદાના ઘરે પહોંચી. તેમના ઘરમાંથી શાનો અવાજ આવે છે એ વિશે પૂછતાછ કરતાં પહેલાં તો કોલિનને સમજાયું નહીં, પણ જયારે પોલીસ ઘરમાં હતી ત્યારે જ વાછૂટનો જોરથી અવાજ આવ્યો. પોલીસે તરત પૂછયું કે આ અવાજ કોણ કાઢે છે? કોલિનદાદાએ શાંતિથી કહ્યું કે મારો ચાર વર્ષનો પ્રપૌત્ર ફાર્ટ-મશીન નામનું રમકડું લાગ્યો છે. એ મશીનથી તે આવા અવાજો કાઢીને ખિલખિલાટ હસે છે અને રમે છે. એ સાંભળીને પોલીસ પણ પહેલાં તો હસી પડી, પણ પછી ફરિયાદ કરનારા પાડોશીઓને વોર્નિગ આપીને ચાલી ગઇ.

(4:53 pm IST)