Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રેસ્ટોરામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો, રેસ્ટોરાંએ આખી જિંદગી બેબીને ફ્રી ફૂડની ગિફટ આપી

ટેકસાસ તા.૨૭: ચિક-ફિલ-એ નામની અમેરિકન ફુડ-ચેઇને તાજેતરમાં ફેસબુક પર એક સુંદર નવજાત બેબીની તસવીર શેર કરીને લખ્યુ ંહતું- અમે માત્ર ફુડ જ નહીં, બેબી પણ ડિલિવર કરીએ છીએ. વાત એમ હતી કે ટેકસસ રાજયના સેન એન્ટોનિયો શહેરના રેસ્ટોરાંના આઉટલેટમાં મેગી નામની એક કર્મચારીએ બાથરૂમમાં જ બેબીને જન્મ આપ્યો. વાત એમ હતી કે તે ડિલિવરી માટે પતિ સાથે જ હોસ્પિટલ જઇ રહી હતી, પરંતુ તેને અચાનક જ બાથરૂમ લાગી. તે આ રેસ્ટોરાંમાં કામ કરતી હોવાથી તેણે અહીંના વોશરૂમમાં જવા માટે બ્રેક લીધો. જોકે તે જસ્ટ બાથરૂમમાં ગઇ ત્યાં જ તેને પેઇન ઊપડ્યું. તેની ચીસો સાંભળીને બીજો સ્ટાફ ગભરાઇ ગયો. બીજી તરફ પત્નીને આવતાં વાર લાગી એટલે તેનો પતિ પણ રેસ્ટોરાંમાં આવ્યો અને ચીસો પાડી રહેલી પત્નીને મદદ કરવા વોશરૂમમાં ગયો. થોડી જ વારમાં પતિ-પત્નીએ ભેગા મળીને ત્યાં જ બાળકની ડિલિવરી કરી નાખી. રેસ્ટોરાંએ આ બેબીને આખી જિંદગી ફ્રીફુડ આપવાની ગિફટ આપી છે.

(4:06 pm IST)