Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

પ્રેગનન્સીમાં પપૈયાનું સેવન ન કરવું

પપૈયામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસિન, પ્રોટીન, કૈરોટીન અને પ્રાકૃતિક ફાઈબરના ગુણ મજબુત હોય છે, જે આપણી પાચન ક્ષમતાને વધારે છે. પરંતુ, અમુક લોકો માટે પપૈયાનું સેવન નુકશાનકારક પણ હોય છે.

 બ્લડ પ્રેશરના દર્દીએ પપૈયાના જ્યુસનું સેવન ન કરવુ જોઈએ. કારણ કે બ્લડ પ્રેશરની દવા સાથે તેનુ સેવન કરવુ નુકશાનકારક હોય છે.

 પ્રેગ્નન્ટ સ્ત્રીને પહેલા ત્રણ મહિના દરમિયાન પપૈયુ ન ખાવુ જોઈએ. તેનાથી ગર્ભપાત થવાનું જોખમ રહે છે.

 પપૈયુ વિટામીન સીથી ભરપુર હોય છે અને વિટામીન સીનું વધારે પડતુ સેવન કિડનીમાં પથરીની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

 જો કોઈ સ્ત્રી બાળકને સ્તનપાન કરાવે છે. તો તેને પપૈયાનું સેવન ન કરવુ જોઈએ. બાળકને પણ ૧ વર્ષ સુધી પપૈયુ ન ખવડાવવુ જોઈએ.

 ઝાડા થયા હોય તો પપૈયાનું સેવન નુકશાનકારક છે અને જો હાર્ટના દર્દી લોહિ પાતળુ થવાની દવા લેતા હોય તો તેને પપૈયુ સાવ ન ખાવુ જોઈએ.

 

(9:29 am IST)