Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આ દેશના ધ્વજમાં છે સૌથી વધુ રંગો

મોટા ભાગના દેશોના ઝંડામાં ૩ રંગ હોય છે. જ્યારે દક્ષીણ આફ્રિકા એવુ રાષ્ટ્ર છે, જેના ઝંડામાં ૬ રંગ છે. લીલો, કાળો, પીળો, લાલ, વાદળી અને સફેદ રંગ સાથે દુનિયામાં સૌથી વધુ રંગોવાળો ધ્વજ છે.

દક્ષીણ આફ્રિકાએ ૧૧ ભાષાઓને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. પરંતુ, આ મામલે તે દુનિયામાં સૌથી આગળ નથી. કારણ કે જીમ્બાવેની ૧૬ ભાષા તેની અધિકારીક રાષ્ટ્રીય ભાષા છે.

અહિં બ્લૌક્રાંસ બ્રિજ, વેસ્ટર્ન કેપ ઉપર દુનિયાની સૌથી લાંબી બંજી જંપિંગ થાય છે. ત્યાં ૭૦૯ ફૂટ ઉંચાઈ પરથી બંજી જંપીંગની મજા લઈ શકાય છે.

આ દેશની ૩ રાજધાની છે. પ્રિટોરિયા એગ્ઝીકયુટીવ કેપીટલ, કેપટાઉન લેજિસ્લેટીવ  કેપીટલ અને બ્લોએમફોંટીન જ્યુડીશ્યલ કેપીટલ છે.

દક્ષીણ આફ્રીકા સમૃધ્ધ દેશ છે. તે પ્લેટીનમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સોનાના ઉત્પાદનના મામલે પણ આ દેશ પ્રથમ ૬ દેશોમાં આવે છે. ત્યાં હીરાની પણ અનેક ખાણો છે.

(9:28 am IST)