Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

૫.૨૯ અબજ રૂપિયાના ખર્ચે બનનારી હોલીવુડની ફિલ્મમાં મેઇન એકટર બનશેએરિકા નામની જેપનીઝ રોબો

ટોકીયો,તા.૨૭ : હોલીવુડમાં ૭૦ મિલ્યન ડોલર એટલે કે ૫.૨૯ અબજ   રૂપિયાના ખર્ચે બનતી સાયન્સ ફિકશન ફિલ્મમાં રોબોની મુખ્ય ભૂમિકા છે. જપાનના વિજ્ઞાનીઓ હીરોશી ઇશીગુરો અને કોહેઈ ઓગાવાએ બનાવેલો એ રોબો એરિકા નામે ઓળખાય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં પ્રિન્સિપલ ઓંફ મેઘડ એકિટંગના આધારે અભિનય કરવાની તાલીમ એ રોબોને આપવામાં આવી છે. એ ફિલ્મના નિર્માતા અને લેખક સેમ ખોઝે છે. સંખ્યાબંધ વન ટુ વન સેશન્સમાં એરિકાને હિલચાલની અને ભાવનાત્મક પાસાંની તાલીમ આપવામાં આવી હતી. ફિલ્મ માટે એરિકાનું વિશેષ રૂપે નિર્માણ કરવામાં આવ્યું હોય એ રીતે ધીમે-ધીમે એ યંત્રમાનવ ભૂમિકાને અનુરૂપ બને છે.

(11:31 am IST)