Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વિશ્વની સૌથી લાંબી વોટર રાઇડ ખૂલવા જઇ રહી છે મલેશિયામાં: ચાર મિનિટમાં જંગલદર્શન કરાવશે

લંડન તા. ર૭: અત્યાર સુધી કયાંય જોવા ન મળ્યું હોય એવું નજરાણું મલેશિયાના પેનાંગમાં ખૂલવા જઇ રહ્યું છે. આ ઓગસ્ટ મહિનામાં પેનાંગ એસ્કેપ થીમ પાર્કમાં ૧૧૪૦ મીટર લાંબી વોટર-સ્લાઇડ ઓપન થવાની છે જે અત્યાર સુધીની સૌથી લાંબી વોટર-સ્લાઇડ હશે. હાલમાં સૌથી લાંબી વોટર-સ્લાઇડનો રેકોર્ડ ન્યુ જર્સીમાં આવેલા એકશન પાર્કના નામે છે. ર૦૧પમાં ખૂલેલી આ સ્લાઇડની લંબાઇ ૬૦પ મીટરની છે. આ રેકોર્ડ હવે નજીકના ભવિષ્યમાં જ તૂટી જવાનો છે. મલેશિયાના પેનાંગમાં બની રહેલી આ રાઇડનું ૬૪ ટકા કામ પૂરૃં થઇ ગયું છે જે ઓરેડી ૭૦પ મીટર લાંબુ છે. હજી બાકીની સ્લાઇડ અન્ડર-કન્સ્ટ્રકશન છે. સ્લાઇડ બનાવનારાઓનું કહેવું છે કે હિલની ટોપ પરથી શરૂ થતી આ સ્લાઇડની રાઇડ ચાર મિનિટ લાંબી હશે. વાંકાચૂંકા વળાંકો સાથે અને આજુબાજુમાં મસ્ત હરિયાળા જંગલની સેર કરાવશે અને અંતે એક સ્વિમિંગપૂલમાં જઇને એન્ડ થશે.

એસ્કેપ થીમ પાર્કના સીઇઓનું કહેવું છે કે તેમની ઇચ્છા એવી વોટર-સ્લાઇડ બનાવવાની હતી જયાંની ટોચ પરથી લોકો આખા પાર્ક અને જંગલનું વિહંગાવલોકન કરી શકે. જંગલને ડિસ્ટર્બ કર્યા વિના વૃક્ષોની વચ્ચેથી રાઇડનું કન્સ્ટ્રકશન કરવાનું કામ સૌથી અઘરૃં રહ્યું હતું. માત્ર એક વાર રાઇડ ઉભી કરી નાખવાથી જ ચાલી જવાનું નથી, મેઇન્ટેનન્સ માટે પણ દરેક જગ્યાએ સરળતાથી પહોંચી શકાય એવી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે.

(3:33 pm IST)