Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

હાઇડ્રોજન વોટર કેટલું ફાયદાકારક?

અમેરીકા,જાપાન વગેરે દેશોમાં હાઇડ્રોજન વોટરનું વધ્યું છે ચલણ જાપાનમાં તો સેલાઇન બોટલ પણ હાઇડ્રોજનવાળી મળે છે

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં વિજ્ઞાને એટલું તો સ્પષ્ટ કર્યુ છે કે આ જગતમાં યોગ્ય રીતે ફીલ્ટર કરેલ પાણી જેવું આરોગ્યપ્રદ બીજુ કોઇ પીણુ નથી કેમકે તેમાં ખાંડ,મીઠુ કે કોઇ કેમીકલ નથી હોતા.

જે H20 તમારા માટે સારૂ હોયતો તેમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારવામાં આવે તો તે વધારે આરોગ્ય પ્રદબને, બરાબર? આ પ્રશ્નના આધાર પરજ ઘણી બેવરેજીસ કંપનીઓ કમાણી કરી રહી છે. આ કહેવાતુ હાઇડ્રોજન વોટર (જેમાં પાણીની અંદર હાઇડ્રેજન ગેસ ભેળવેલો હોય છે) તેનું વેચાણ વધી રહ્યું છે કેટલીક કંપનીઓ આ હાઇડ્રોજન વોટરની બોટલ ૩ ડોલર એટલે કે ૨૨૫ રૂપિયામાં વેચી રહી છે, જ્યારે કંપનીઓ પાણીમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારવા માટેની ટીકડીઓ વેચી રહીછે. અમુક કંપનીઓ વળી ઘેર બેઠા હાઇડ્રોજન પાણીમાં ઉમેરવા માટેના મશીનો વેચે છે આ બધુ એવા પાણી માટે થાય છે જે સ્વાદમાં કે દેખાવમાં નળના પાણી કરતા જરા પણ અલગ નથી.

અમુક કંપનીઓ એવો દાવો કરે છે કે સામાન્ય પાણી કરતા આ પાણીથી શકિતમાં વધારો થાય છે. કસરત કર્યા પછી ઝડપથી થાક ઉતરે છે અને બળતરામાં ઘટાડો થાય છે પણ આ દાવાઓ વિજ્ઞાન સામે નબળા પડે છે કેમકે તેના પ્રયોગો ઉંદરો પર કરાયા છે અને માનવો પર તેના બહુજ ઓછા પ્રયોગો થયા છે.

ડો.નિકોલસ પેરીકોન જે હાઇડ્રોજન વોટરને કુદરતી એન્ટી ઓકસીડેન્ટ ગણાવીને એનર્જી રીકવરી ડ્રીન્ક તરીકે ૩ ડોલરનું એક કેન વેચે છે તેમનું કહેવુ છે કે હાઇડ્રોજન વોટરની શરીર પર ખરેખર શું અસર થાય છે તે હજુ સુધી નથી જાણવા મળ્યુ પ્રાણીઓ અને કેટલાક માણસો પર મોટાભાગે જાપાનમાં થયેલા અભ્યાસમાં એવું સુચવાયું છે કે તે એન્ટી ઓકસીડેન્ટ તરીકે કામ કરે છે અને બળતરા ઓછી કરે છે. સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો, સામાન્ય શારિરીક કામગીરી અને પ્રદુષણમાં રહેવાસી અને કેન્સર જેવા રોગ થવાની શકયતાઓ છે.ઙ્ગ બળતરાના કારણે પણ ઘણી ખરાબ પરિસ્થિતી જેવી કે ટાઇપ-૨ ડાયાબીટીસ, હૃદયની તકલીફો અને મગજની તકલીપો પણ થઇ શકે છે હાઇડ્રોજન આ બંન્ને તકલીફો ઘટાડવામાં મદદરૂપ થાય છે એનો અર્થ કે થીયરીમાં તો હાઇડ્રોજન વોટર ડાયાબીટીશનની તકલીફો, હૃદયરોગ,અલઝાઇમર અને કેન્સરને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. પણ આ બધુ સાબિત કરવા માટે અભ્યાસો થવા જોઇએ જે હજી સુધી નથી થયા.

કોઇ પણ જાતની સાબિતિઓ ન હોવા છતા પણ જાપાનમાં અત્યારે હાઇડ્રોજન વોટર લોકપ્રિય બની ગયું છે ત્યાંના આરોગ્ય મંત્રાલયે હાઇડ્રોજન ઉમેરેલી સેલાઇન આઇવીને લોકોને ચેપ અને અન્ય સ્થિતિ થી બચવા માટે મંજુરી આપી છે.

ચામડીની કરચલીઓ સામે લડવા તથા બીજા ત્વચાના નુકસાન સામે લડવા માટે સ્પામાં હાઇડ્રોજન વોટરમાં નહાવાનું પણ ત્યાં લોકપ્રિય બની રહ્યું છે.

અમેરિકામાં હાઇડ્રોજન વોટરનો ક્રેઝ ફકત પાણી સુધીજ સિમિત રહ્યો છે. પેરિકોને ફકત ૨૦ વ્યકિત પર  કરેલ એક અભ્યાસ તરફ ધ્યાન દોરતા કહ્યુ કે અમારૂ હાઇડ્રોજન વોટર ૧૬ ઔસ પીનાર લોકોમાં કોષોમાં શકિત ઉત્પન્ન કરતા એન્ઝાઇમની પ્રવૃતિમાં વધારો થયો હતો.

તેના કહેવા અનુસાર હાઇડ્રોજન વોટરથી શકિત, સ્નાયુ અને મગજમાં પણ સુધારો થાય છે. અને તેનાથી કોઇ નુકસાન તો છે જ નહી.

(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(11:37 am IST)