Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

જાણો બાર્બી ડોલના 6 દાયકાની સફર

નવી દિલ્હી: બાર્બી ડોલને દરેક લોકો જાણે છે. આજે પણ તેનું નામ સાંભળતા જ કેટલાક લોકોના બાળપણની યાદો તાજી થઈ જાય છે. બાળપણમાં લગભગ દરેક બાળકોની આ ખાસ ઢીંગલી સાથે રમવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને છોકરીઓનું તો આ સૌથી મનગમતુ રમકડુ હોય છે પરંતુ ખૂબ ઓછા લોકો આ ડોલની કહાની જાણે છે. વિશ્વના બાળકોના બાળપણને ખાસ બનાવનારી બાર્બી ડોલ હવે વૃદ્ધ થઈ ચૂકી છે. બાર્બી ડોલ દુનિયાભરના બાળકો વચ્ચે એક જાણીતુ નામ છે. તેની લોકપ્રિયતાનો અંદાજો તમે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ પરથી લગાવી શકો છો. બાર્બી ડોલની ઉંમર 60 વર્ષથી પણ વધુ થઈ ચૂકી છે. આ ડોલને 9 માર્ચ 1959એ પહેલી વખત માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ 6 દાયકાની વચ્ચે આજે પણ બાળકોમાં બાર્બી ગર્લનો ક્રેઝ એક જેવો છે. સમય સાથે જેમ-જેમ બાર્બી ડોલની લોકપ્રિયતા વધી તો કંપનીએ આના ઘણા રૂપોને માર્કેટમાં ઉતાર્યા જેમને પણ બાળકોએ ખૂબ પસંદ કરી. બાર્બી ડોલ બનાવવાનો આઈડિયા મેટલ કંપનીના માલિક અને અમેરિકાના જાણીતા બિઝનેસમેન રુથ હેન્ડલરને આવ્યો હતો. તેમને પોતાની પુત્રી અને તેના મિત્રો પાસેથી આની પ્રેરણા મળી હતી. તેમણે પોતાની પુત્રી અને તેના મિત્રોને કાર્ડ બોર્ડની બનેલી ડોલ્સ સાથે રમતા જોઈ તો તે તેની સાથે ખૂબ ખુશ હતી, આ બધુ જોઈને જ તેમણે બાર્બી ડોલ બનાવવાનું નક્કી કર્યુ હતુ.

 

(6:17 pm IST)