Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

તો આ રીતે નોકરી પર થઇ શકે છે કોરોના ઇન્ફેક્શનનું જોખમ

નવી દિલ્હી: લૉકડાઉનને કારણે લાખો લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે પરંતુ જેમનું ઘરેથી થઈ શકે તેઓ હવે લૉકડાઉનમાં ઢીલાશ પછી કામ પર જવાનું શરૂ કરી રહ્યા છે.તેમનો કોરોના વાઇરસથી સામનો થાય તેની શક્યતા કેટલી? અને તેની સરખામણી કેવી રીતે થઈ શકે છે.

  અમેરિકામાં થયેલા એક સર્વેના આધારે યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ તરફથી જે આંકડા બહાર પાડવામાં આવ્યા તેમાં કર્મચારીઓ વચ્ચેનું અંતર અને સંક્રમણના ખતરા વિશે વાત કરવામાં આવી છે.સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ બહાર આવી પહેલાં સર્વે કરવામાં આવ્યો હતો.મોટાભાગના કાર્યસ્થળ પર લોકો એકબીજાની નજીક રહેતા હોય છે, અંતર એક હાથ જેટલું હોય છે. બહુ ઓછાં એવાં કાર્યસ્થળો હોય છે, જ્યાં વર્ષમાં ક્યારેક સંક્રમણનો ખતરો વધારે હોય છે.

(6:29 pm IST)