Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ફિલ્મ જોઈને સ્પાઈડર મેન બનવું આ શખ્સને ભારે પડ્યું:પોતાની જાતને જ કરોળિયા વડે ડંખ મરાવ્યો

નવી દિલ્હી: બાળકો કોઈપણ વસ્તુને જોઈ તેનાથી તરત પ્રભાવિત થઈ જાય છે, ખાસ કરીને ફિલ્મોમાં દેખાડવામાં આવેલા દ્રશ્ય તેમના અંતરમન પર છાપ કરી જાય છે. રીતનો એક મામલો બોલિવિયામાં જોવા મળ્યો. જ્યાં 3 ભાઈ સ્પાઈડર મેન ફિલ્મ જોઈ સ્પાઈડરમેન બનવાની કોશિશ કરવા લાગ્યા. 8,10 અને 12 વર્ષના ત્રણ ભાઈઓએ ફિલ્મ જોઈ સ્પાઈડરમેન બનવાનું વિચાર્યુ અને જાણી જોઈને પોતાને કરોળિયા વડે ડંખ મરાવ્યો. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં હીરો(પીટર પાર્કર) ને સ્પાઈડર કરડી ગયા પછી તેનામાં ખાસ પ્રકારના પાવર આવી જ્યા છે અને તે સ્પાઈડરમેન બની જાય છે. તેને જોઈ માસૂમોને પણ લાગ્યું કે તેઓ પણ સુપરહીરો બની જશે.

ત્રણ ભાઈઓએ સ્પાઈડરમેન બનવા માટે ઝેરીલા કરોળિયા વડે પોતાને ડંખ મરાવ્યોતેમને લાગ્યું કે તેઓ સુપરહીરો બની જશે. જે સમયે બાળકો કરોળિયાને ડંખ મારવા માટે ઉશ્કેરી રહ્યા હતા, ત્યારે તેમની માતા લાકડા ભેગા કરવા બહાર ગઈ હતી. સ્પાઈડર વડે પોતાને ડંખ મરાવ્યા બાદ ત્રણેય ભાઈઓએ તેને મારી નાખી. પણ તેના ઝેરને કારણે તેમને માંસપેશીમાં દુખાવો, પરસેવો અને તાવ આવવાની સાથે ધ્રૂજારી આવવા લાગી. જ્યારે માતાએ ત્રણેય બાળકોને જોયા તો તેઓ રડી રહ્યા હતા. મહિલા તરત તેમના બાળકોને લઈ હોસ્પિટલ પહોંચી, પણ દવા લીધા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં.

(6:28 pm IST)