Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જ્યોતિષાચાર્યએ કરી જાહેરાત:એક માસના સમયગાળામાં આવી શકે છે ત્રણ ગ્રહણ

નવી દિલ્હી: જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી લાઠીયા (મેરાન્યૂઝ.અમદાવાદ): વર્ષ ૨૦૨૦ની મધ્યમાં એટલેકે તા. જૂનથી જુલાઈ દરમિયાન સળંગ ત્રણ ગ્રહણ આવે છે, ગ્રહણ એક ખગોળીય ઘટના છે તો જ્યોતિષમાં અશુભ યોગ અને તંત્ર શાસ્ત્રમાં ઘણા વિદ્વાનો સિદ્ધયોગ તરીકે ઓળખે છે.

ગ્રહણના અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ એશિયા ખંડ અને દુનિયાના શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે, રાજકીય પક્ષોમાં સ્થિતિ અરાજકતાવાળી જોવા મળે, સરહદ પર સ્થિતિ તંગ બની શકે છે, પ્રજા શારીરિક અને માનસિક રીતે થાકેલા કે ઉત્સાહહીનવાળા જોવા મળે, ગરમી અને વરસાદ પર પણ અનિશ્ચિતતા વરતાય પણ ગંભીર સ્થિતિ બને નહીં, ક્યાંક કુદરતી કે માનવ સર્જિત હોનારતની પણ સંભાવના કહી શકાય.

(6:27 pm IST)