Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

૧.૮૦ લાખ લોકોએ લાઇવ-સ્ટ્રીમ ઇફતાર મનાવીને રેકોર્ડ કર્યો

દુબઇ,તા.૨૭: સોશ્યલ ડિસ્ટન્સિંગના સમયમાં સાથે મળીને ઇફ્તાર કરવાનું સંભવ નથી ત્યારે સાઉદી અરેબિયાના એક યુટ્યુબરે લાઇવ ઇફ્તાર યોજી હતી. આ લાઇવ સ્ટ્રીમમાં ૧.૮૩ લાખ લોકોને જોડીને સાઉદી અરેબિયાના ૬ યુટ્યુબર્સે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. યુટ્યુબ પર્સનાલિટીઝ મોહમ્મદ મોશાયા, નૂર સ્ટાર્સ, સાઉદી રિપોર્ટર્સ, અનાસલા ફેમિલી, અસરાર આરિફ અને ઉમર હુસેને મંગળવારે સાથે મળીને ઇફ્તારનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું ત્યારે એમાં ૧,૮૩,૫૪૪ લોકો જોડાયા હતા. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે એક કલાકના લાઇવ સ્ટ્રીમિંગને કારણે વિશ્વવિક્રમ નોંધાયો હોવાનું જણાવ્યું હતું. રોગચાળાને કારણે રમજાન મહિનામાં સામાજિક મિલન શકય ન હોવાને કારણે ઇફ્તાર લાઇવ સ્ટ્રીમ કરવાનું આયોજન સાઉદી અરેબિયાના યુટ્યુબર્સે કર્યું હતું.

(3:41 pm IST)