Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોફી બનાવતો અને કસ્ટમર્સને સર્વ કરતો રોબો આવ્યો છે સાઉથ કોરિયાના કેફેમાં

સાઉલ,તા.૨૭: દક્ષિણ કોરિયાના દાજેયોં શહેરની એક રેસ્ટોરાંમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના ઉદ્દેશથી ઓર્ડર કરાયેલી વાનગીઓ પીરસવા સહિતનાં કામ રોબો બરિસ્તા દ્વારા કરાવે છે. ગ્રાહકો એકબીજાની સાવ નજીક ન આવે અને શિસ્ત જળવાય એ માટે બરિસ્તા રેસ્ટોરાંના પરિસરમાં રોબો સતત ભમતો રહે છે. એ રોબો વાનગીઓ પીરસવાનું અને વાનગીઓનાં વખાણ કરવાનું કામ પણ કરે છે. એ રોબો ૬૦ જાતની કોફી અને કેટલાંક ડ્રિન્કસ પણ બનાવે છે.

સરકારી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં સ્માર્ટ ફેકટરી સોલ્યુશન પ્રોવાઇડર વિઝન સેમીકોને રોબો બરિસ્તા ડેવલપ કર્યો છે. આ રોબોના ઉત્પાદકો લગભગ ૩૦ રેસ્ટોરાંમાં આવા રોબો સપ્લાય કરવા ઇચ્છે છે.

(3:40 pm IST)