Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

જાપાનમાં 6થી 8 હજાર રૂપિયા ટેટીનો ભાવ : અન્ય ફ્રૂટ પણ મોંઘા

ફળના આકારનું ખુબ મહત્વ : એકબીજાને ભેટ આપવા થાય છે ફળનો ઉપયોગ

ભારતમાં ઉનાળાના દિવસોમાં તરબૂચ અને ટેટીની સીઝન ચાલી રહી છે અને ભારતીય બજારમાં તેમની કિંમત 40 થી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામની છે, પરંતુ જાપાનમાં એક ટેટી 6 થી 10 હજાર રૂપિયામાં વેચાય છે. જાપાનમાં હંમેશાં ટેટીને એક લક્ઝરી ફ્રૃટ માનવામાં આવે છે.અહી તો માત્ર ટેટીજ નહી અન્ય ફળ પણ ખુબ જ મોંઘા છે.
   ભારતમાં લોકો અહી એકબીજાનાં ઘરે છે, તો મોંઘા-મોંઘા ગિફ્ટ લઇ જવાનું પસંદ કરે છે. ત્યાં જાપાનમાં લોકો એકબીજાને ભેટરૂપે ફળ આપે છે.

  જાપાનમાં ફળો મોંઘા વેચાય છે? તો કારણમાં અહીના ખેડૂતો ફળના આકાર અંગે ખુબ ધ્યાન આપે છે. જો ફળ યોગ્ય આકારનું ન થાય તો તેઓ તેને વાપરતા નથી અને તેના યોગ્ય ભાવ પણ મળતા નથી. ઉદાહરણ તરીકે તરબૂચને અહી સારું માનવામાં આવે છે કારણ કે તે સંપૂર્ણપણે ગોળ દેખાય છે. તેના સિવાય વજન પણ તેનો એક નક્કી હોવો જોઈએ. આ વસ્તુઓ અન્ય ફળો સાથે લાગુ પડે પડે છે.

  દરેક તરબૂચને એકસરખું દેખાતુ નથી. આ કારણથી કેટલાક તરબુચ યોગ્ય આકારના ન હોવા પર નકામાં થઇ જાય છે. આ કારણે બજારમાં વેચનાર કેટલાક તરબૂચ ખૂબ જ મોંઘા હોય છે.

   ઘણી વખત તો આ ફળોને લઇને બોલી પણ લગાવવામાં આવે છે અને બોલીમાં ફળ એટલા મોંઘા હોય છે કે તમારા હોશ ઉડી જાય છે. આ નીલામી વાળા ફળની કિમત લાખો સુધી પહોંચી જાય છે.

 

(7:33 am IST)