Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના મહામારીના કારણોસર મિડલ ક્લાસ લોકોની સંખ્યામાં ઘટાડો:ગરીબી રેખાની નીચે કે નજીક જીવતા લોકોમાં થયો ભરખમ વધારો

નવી દિલ્હી: દુનિયામાં કોરોના મહામારીમાં રોજગાર ધંધા પર અસર થતા મિડલ કલાસ લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે આથી ગરીબી રેખાની નીચે કે નજીક જીવતા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે. આ માહિતી પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવી છે જે વિશ્વ બેંકના આંકડાઓ પર આધારિત છે. ગત ૨૦૨૦ના વર્ષ દરમિયાન મીડલ કલાસ લોકોની સંખ્યામાં ૯ કરોડનો ઘટાડો થયો છે જયારે ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા ૧૩.૧ કરોડ જેટલી વધી છે.

            વિકાસશીલ દેશોમાં અંદાજે બે તૃતિયાંશ પરીવારનું માનવું હતું કે મહામારીના કટોકટીભર્યા સમયગાળા દરમિયાન રોજીંદી આવકમાં ઘટાડો થયો હતો. આ અહેવાલમાં જેની આવક પ્રતિ દિવસ ૧૦ થી ૫૦ ડોલર હોય તેમનો મિડલ કલાસ જયારે ૨ ડોલરથી ઓછી આવક ધરાવનારાને ગરીબી રેખા નીચે સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વમાં કુલ ૨૫૦ કરોડ લોકોનો મીડલ કલાસમાં સમાવેશ થાય છે તેમાંથી ૯ કરોડનો ઘટાડો થયો છે આથી જ તો ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો પર બોજ વધ્યો છે. સૌથી વધુ દક્ષિણ એશિયામાં ૩.૨ કરોડ લોકો મિડલ કલાસમાંથી ગરીબ બન્યા છે.

(5:28 pm IST)