Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જાપાનમાં આ કારણોસર લોકો ગેસ માસ્ક પહેરી રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના મહામારી ધારણા કરતા લાંબી ચાલતા લોકો કંટાળી ગયા છે. સંક્રમણ અટકાવવા માટે છેલ્લા એક વર્ષથી મોં પર માસ્ક પહેરીને રહેવા મજબૂર બન્યા છે. કોરોનાની વેકિસન શોધાઇ છે પરંતુ કોરોના સંક્રમણના વિવિધ તબક્કા પરેશાન કરી રહયા છે આથી માસ્ક નહી પહેરનારા પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે જો કે જાપાનના એક આઇલેન્ડ પર લોકો વર્ષોથી ગેસ માસ્ક પહેરીને રહેવા,ફરવું પડે છે. આ જાણીને કોરોનામાં માસ્ક પહેરનારા લોકોને રાહત થશે.

              જાપાનના મિયાકેજીના ઇજુ ટાપુ પરની હવામાં એટલું બધુ પ્રદુષણ છે કે લોકો ગેસ માસ્ક પહેરીને બહાર નિકળે છે એટલું જ નહી ઘરમાં સુતી વખતે પણ માસ્ક પહેરી રાખે છે. અજાણ્યો માણસ અહી જાય તો તેને માણસો પરંતુ ભૂત ફરતા હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. આમ તો મિયાકેજીના ઇજુ આઇલેન્ડ વિસ્તાર નાના નાના સેંકડો ટાપુઓથી બનેલો છે પરંતુ બધે જ રહેવા લાયક વાતાવરણ નથી. માત્ર સાત આઇલેન્ડ પર જ માનવ વસાહત છે. જેમાં ઓશિમાં માનવ વસવાટની દ્રષ્ટીએ સૌથી મોટો ટાપું છે. આ ટાપુની પાસે જાપાનનો એક સક્રિય જવાળામુખી માઉન્ટ ઓયામા આવેલો છે.

(5:27 pm IST)