Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

૧૫ વર્ષની ઉંમરથી યુવતીને ઉગી રહી છે દાઢી

યુવતીનું કહેવુ છે કે મને દાઢી હોવાના કારણે લોકો મારી મજાક ઉડાવે છે પરંતુ મને તેનાથી કોઇ ફરક પડ્યો નથી

લંડન,તા. ૨૭: બ્રિટનની એક મહિલાને દાઢી ઊગી છે અને વર્ષોથી લોકોની મજાકનો સામનો કરી રહી હોવા છતાં તે પોતાની દાઢી કાઢવા માટે તૈયાર નથી. નેબ્રાસ્કાની રહેવાસી ૨૭ વર્ષીય કલીડે વોરનનું કહેવું છે કે તેના ચહેરા પરના આ વાળ તેના સૌથી પ્રિય છે. તેની દાઢીના કારણે અજાણ્યા લોકો પણ તેની મજાક ઉડાવતા હોય છે પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેણે કહ્યું હતું કે, ડેટિંગ એપ્સ પર તેને તેના આ વાળને લઈને મજાકનો સામનો કરવો પડે છે પરંતુ તે એવો જ પાર્ટનર શોધશે જે તેના વાળતને તેના જેટલો જ પ્રેમ કરશે.

પ્રમાણે વોરનની દાઢી પર વાળ કેવી રીતે આવ્યા છે તે એક રહસ્ય છે અને તેનાથી તેની લવ લાઈફને અસર પડી રહી હોવા છતાં તેણે કહ્યું છે કે તેણે કુદરતે આપેલા શરીરને પ્રેમ કરવાનું શીખી ગઈ છે. તેથી અન્ય લોકો તરફથી કરવામાં આવતી નકારાત્મક વાતો અને મજાકથી તેને કોઈ અસર થતી નથી. તેણે જણાવ્યું હતું કે, લોકો મારી સામે તાકી રહેતા હોય છે અને ટિન્ડર પર લોકો મને મેસેજ કરીને મારી મજાક ઉડાવતા રહે છે. આ બધાથી મને કોઈ ફરક પડતો નથી. હું આત્મવિશ્વાસ ગુમાવતી નથી.

વોરન જયારે ૧૫ વર્ષ હતી ત્યારે તેણે જોયું કે તેના ચહેરા પર વાળ ઊગી રહ્યા છે અને ત્યારે તેણે નક્કી કર્યું હતું કે જેમ થઈ રહ્યું છે તે થવા દે. તેણે જણાવ્યું હતું કે, તે પ્રસંગોપાત જ તેની દાઢીને ટ્રિમ કરે છે અને દિવસમાં એક વખત તેને ધોવે છે. હું સ્કૂલમાં હતી ત્યારથી આ શરૂ થયું હતું અને મને સામાન્ય રૃંવાટી કરતા વધારે પ્રમાણમાં મૂછો જેવા વાળ આવતા હતા. મેં આ વાતને અપનાવી લેવાનું નક્કી કર્યું હતું.

મારી માતાએ મને આ વિશે કહ્યું હતું. તેને આ ગમતું ન હતું અને પરંતુ મેં કયારેય તેની પરવાહ કરી ન હતી. મેં દાઢી કઢાવવાની ના પાડી દીધી હતી. હું ફકત મારો આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે પ્રયાસ કરતી હતી. ઘણા લોકો પોતાની જાતની ઘણી કાળજી રાખતા હોય છે પરંતુ જે છે તેને સ્વીકારવું ઘણું કપરું છે, તેમ તેણે જણાવ્યું હતું.

(9:56 am IST)