Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઇઝરાયલની અવીવ યુનિવર્સીટીના શોધકર્તાઓએ અદભુત જીવની શોધ કરી: આ જીવને જીવવા માટે નથી પડતી ઓક્સિજનની જરૂર

નવી દિલ્હી: ઈઝરાઈલની તેલ અવીવ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓની ટીમે આ અદ્ભુત જીવની શોધ કરી છે. જેમા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ પહેલુ એવું બહુકોષિય જીવ છે જે માઈટ્રોકોન્ડ્રિયલ જીનોમ નથી, જેથી તેને જીવવા માટે ઓક્સિજનની જરૂર રહેતી નથી.

વૈજ્ઞાનિકો અનુસાર આ જીવ જેલીફિશ જેવું દેખાય છે અને શ્વાસ નથી લેતું. તેનું વૈજ્ઞાનિક નામ હેન્નીગુયા સાલ્મિનીકોલા છે. શોધકર્તાઓ અનુસાર આ જીવ બીજા જીવ માટે નુકસાનકારક નથી. ખોજકર્તા હ્યુચને કહ્યું કે, હજુ એ વાતની પૃષ્ટી નથી થઈ કે આખરે આ જીવ કેવી રીતે વિકસિત થયું છે.

(6:22 pm IST)