Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

હોંગકોંગમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા અફડાતફડી મચી જવા પામી: પોલીસે દોડધામ હાથ ધરી

નવી દિલ્હી: હોંગકોંગની એક હોસ્પિટલમાં બોંબ વિસ્ફોટ થતા પોલીસે ઘટનાને અંજામ આપનાર શખ્સની શોધખોળ કરવા માટે દોડધામ હાથ ધરી છે. હોંગકોંગની એક હોસ્પિટલમાં રવિવારના રોજ સાંજના સમયે એક દેશી બોંબ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટમાં કોઈને પણ ઇજા પહોંચી નથી.

           એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનાની થોડીક ક્ષણોમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને હુમલાખોરને શોધવા માટે તજવીજ હાથ ધરી હોવાનું અમલમ પડી રહ્યું છે.

(5:40 pm IST)