Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 6 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાપ્ત બલ્ખના બુકા ગામમાં આતંકવાદી સંગઠન તાલિબાન વિરુદ્ધ સુરક્ષાબળદ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. પ્રાંતીય સેનાના એક પ્રવક્તા દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

           એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલામાં સાત નાગરિકોના પણ મૃત્યુ નિપજ્યા છે અને મૃતક લોકો એકજ પરિવારના સભ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા વર્ષોથી આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં ઘણાબધા નાગરિકો અને સુરક્ષાબળોના મૃત્યુ થતા રહે છે.

(5:38 pm IST)