Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવવા મોકલેલ ચીનના 10 જાસૂસોની ધરપકડ

નવી દિલ્હી: દુનિયામાં પ્રભુત્વ વધારવા માટે ચીન ગમે તેવા ષડયંત્રો પાર પાડી રહ્યું છે. ચીને અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવવા માટે જાસૂસો મોકલ્યા હતા. અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીએ ચીની જાસૂસોનો ભાંડો ફોડયો હતો. ૧૦ ચીની જાસૂસોને પકડયા હતા અને અફઘાનિસ્તાને માગણી કરી છે કે ચીન આ મુદ્દે જાહેરમાં માફી માગે. અફઘાનિસ્તાનની નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટીએ ૧૦ ચીની જાસૂસોને પકડી પાડયા હતા. આ ચીની જાસૂસો ચીનની ગુપ્તચર એજન્સીના સભ્યો છે અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિ વધારવા માટે ષડયંત્રો ઘડતા હતા. ૧૦માંથી બે જાસૂસોની સીધી સંડોવણી હક્કાની નેટવર્ક સાથે ખુલી છે. હક્કાની નેટવર્ક તાલિબાની આતંકવાદીઓની જ એક આતંકી સંસ્થા છે. અફઘાનિસ્તાને આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. અફઘાનિસ્તાનની સરકારે માગણી કરી છે કે ચીન આ મુદ્દે જાહેરમાં માફી માગે. જો ચીની સરકાર આ બાબતનો સ્વીકાર કરીને જાહેરમાં માફી નહીં માગે તો આ મુદ્દે વૈશ્વિક સ્તરે આકરી કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે એવું પણ અફઘાનિસ્તાન સરકારના નિવેદનમાં કહેવાયું હતું.

(5:57 pm IST)