Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે પણ લીધી કોરોનાની રસી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણને રોકવા માટે વેકિસન વધુને વધુ સ્વીકાર્ય બનવા લાગી છે અને અમેરિકાના પ્રેસીડેન્ટ ઇલેકટ જો બાઇડને વેકિસન લીધા બાદ હવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બીન-સલમાને પણ જાહેરમાં વેકિસન લીધી હતી. અને તેમની સાથે દેશના સ્વાસ્થ્ય મંત્રી સહિતના કેબીનેટ મંત્રીઓએ પણ વેકિસન લીધી હતી. સાઉદી અરેબિયા ન્યૂઝ અલ-રબીયાના જણાવ્યા પ્રમાણે વિઝન-2023 મુજબ પ્રિવેન્શન ઇઝ બેટરધેન ક્યોરનો મંત્ર દેશમાં અપનાવાયો છે અને કોરોના વાઇરસ શક્ય એટલું ઓછું સંક્રમણ કરી શકે તે સરકાર જોઇ રહી છે અને આપણે ત્યાં કોરોનાના કેસ ઓછા રાખવામાં સફળતા મળી છે. ક્રાઉન પ્રિન્સે ફાઈઝરની વેકિસન લીધી હતી અને તેઓ 28 દિવસ પછી બીજો ડોઝ લેશે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 3 લાખ લોકો કોરોના સંક્રમીત થઇ ચૂકયા છે અને 6,168 લોકોના મૃત્યુ થયા છે.

(5:54 pm IST)